STORYMIRROR

Bhavna Bhatt

Thriller

3  

Bhavna Bhatt

Thriller

ડરામણું

ડરામણું

1 min
120

એ અમાસની અંધારી રાત,

ચારેકોર સન્નાટો વ્યાપ્યો હતો,

ઘરે જવાની ઉતાવળમાં

પગલાંનો અવાજ આવતો હતો,


ચીબરીની ચીચીયારીઓ

આ બધું જ ભયાનક લાગતું હતું

ડરામણું ડરામણું દિસતુ હતું

માહોલ ભયંકર સર્જાયો હતો,


એ ગામડાનો રસ્તો હતો

ઘરે પહોંચવા પગમાં જોર લગાવ્યું

વચ્ચે કબ્રસ્તાન આવતું હતું

ગાત્રો શીથીલ થવા લાગ્યાં

ઝાડ ઉપરથી વિચિત્ર અવાજો આવ્યાં,


એકાએક કાળી બિલાડી કૂદી

એના ચમકદાર આંખો જોઈ

વધું ડરામણું લાગ્યું

ભાવના હાંજા ગગડી ગયા

હનુમાન ચાલીસા ચાલુ કરી

મોટે મોટેથી ચાલીસા ચાલુ કરી,


રીતસર દોડવા લાગ્યા

પણ હજુયે જાણે

કોઈ પાછળ પડ્યું હોય

એવો અવાજ આવતો હતો,


આખા શરીરમાં ધ્રુજારી ફેલાઈ ગઈ

આજુબાજુ તમારાંનો અવાજ 

બહું જ ડરામણું લાગ્યું 

જલ્દી ઘર ભેગા થઈ જવાય

એ માટે ઊંધું ઘાલીને દોટ મૂકી

પણ રસ્તો લાંબો લાગતો હતો,


અચાનક કૂતરાં રડવાનો અવાજ

એ અમાસની રાત

મારી જિંદગીની ડરામણી રાત

પરસેવે રેબઝેબ થઈ

માંડ માંડ ઘરે પહોંચ્યા,


ત્રણ દિવસ તાવ આવી ગયો

આજેય એ ડરામણું દિસતું

યાદ આવે તો કંપારી છૂટી જાય.


Rate this content
Log in

Similar gujarati poem from Thriller