ડર તને ખોવાનો
ડર તને ખોવાનો
શું વિસાત અંધકારની કે કોઈ દુઃખો ના મારની?
છે હાથમાં હાથ તારો, રોજ તારા પર મરું છું.
લાગે ભલે ગમે તેટલી થપાટ દર્દોની મુજને,
છે સાથ તારો ત્યાં સુધી બની નિર્ભય ફરું છું.
એકલતા ને અડિંગો ક્યારેય ક્યાં જમાવવા દીધો તે!
એટલેજ તો બની તારો, તુજ પ્રેમ સુખેથી ચરુ છું.
બધાજ રૂઠી જતા સબંધોની કર્યા વિના પરવાહ,
ફકત તારા સંયોગે હર સાંસારિક જંગ લડુ છું.
મહાઆફત આવે કે પછી મોત આવે.!
કહે ભલે ગ્રહો બધા કે હું જ તને નડું છું;
ભય નથી કોઈ પરિબળોનો મુજને,
ફકત તને ખોવાના ખ્યાલ સુધ્ધાથી ખુબ ડરું છું.