STORYMIRROR

Bhargav Jagad

Romance

4  

Bhargav Jagad

Romance

ડાયરી

ડાયરી

1 min
314

ડાયરીમાં તો આપણે લખેલું હોય એટલું સંગ્રહ થાય,

મારી જિંદગીની જીવતી જાગતી ડાયરી તો ફકત તું છે.


ડાયરી તો કયારેક હસાવેને કયારેક રડાવે છે બધાંને,

મારા જીવનની હસતી રડતી ડાયરી તો ફક્ત તું છે.


ડાયરીમાં તો વિતેલા સમયની સૌ કોઈને યાદ અપાવે છે,

મારી બધી યાદોના ખજાનાની ડાયરી તો ફક્ત તું છે.


ડાયરી તો આપણા એકાંતના સમયની સાથી છે,

મારા સારા નરસા સમયની સાથી તો ફકત તું છે.


ડાયરીમાં તો જીવનના અઢળક રાઝ છુપાયેલા હોય, 

મારા આ સફરની ખુલ્લી કિતાબ તો ફક્ત તું છે.


ડાયરી તો જીવનના ક્ષણને આલેખવાનું એક વિકલ્પ છે,

મારી જિંદગીની અવિસ્મરણીય ડાયરી તો ફક્ત તું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance