STORYMIRROR

Prakruti Shah 'Preet'

Abstract Inspirational

4  

Prakruti Shah 'Preet'

Abstract Inspirational

ડાયરી ડૉક્ટરની

ડાયરી ડૉક્ટરની

1 min
213

આજે વાંચી ડાયરી એક ડૉક્ટરની,

કંડારી હતી એમાં ક્ષણો જીવનની,


કપરો સમય ભણતર ને મહેનતનો,

ખુદને જ ના આપી શક્યા વાયદો સમયનો,


ફરજો નિભાવવા વ્યવસાય કેરી, 

હાંસિયામાં ધકેલાય પારિવારિક જવાબદારી,


જિંદગી બચાવી બનીએ દેવદૂત સમા,

સાથે છે અપયશની રેખા હાથોમાં,


ફરજ બજાવી કરીએ ઉત્તમ સારવાર,

હરિ ઈચ્છા એ અમે પણ થઈએ લાચાર,


ચોવીસે કલાક રહીએ ઑન ડ્યૂટી,

કપરા સમયમાં પણ હામ ના ખૂટી,


દૂર કરીએ સંતાપ કોઈનાં જીવનનો

નથી જોઈતો દરજ્જો ઈશ્વરનો,


ઈરાદો નથી વાહવાહી લૂંટવાનો

ઈશની સાક્ષીએ, ધર્મ માનવતાનો, 


તત્પર છે બનવા જનતાનાં મદદગાર,

પ્રીતની લાગણી છે અમોમાં અનરાધાર.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract