STORYMIRROR

Nisha Shah

Fantasy Inspirational Others

4  

Nisha Shah

Fantasy Inspirational Others

ચરણોની ચડસાચડસી

ચરણોની ચડસાચડસી

1 min
204

એક દિ થયો ખટરાગ પ્રભુનાં બે ચરણોમાં

એક કહે હું મહાન, બીજો કહે ના હું મહાન !

ત્યાં પધાર્યા નારાયણ નારાયણ કરતા નારદજી

મોકો મળ્યો ટીખળનો કહે પ્રભુ કરો હવે ફેંસલો,


જમણો કહે પ્રભુ મારામાં છે ચિન્હો નવ,

ડાબો કહે પ્રભુ મારામાં છે અગત્યના સાત !

કહો અમને કોણ મહાન ? પ્રભુ કહે મલકીને

મેં તો ચરણ આપ્યા ભક્તોને, કરશે એ ફેંસલો !


જમણો કહે મારામાં ધ્વજ જે આપે અભયદાન

વજ્ર છે જે દૂર કરે, પાપ અને દુ:ખનાં ડુંગર,

અંકુશ ! જે રાખે છે ચિત્તને હૃદયમાં !

અષ્ટકોણ જે આઠ ઐશ્વર્યસિદ્ધિનું પ્રતિક,

કમળ છે જળ છે જે ધાન્યનો છે રાજા !

ઉર્ધ્વ રેખા જે કરે ઉર્ધ્વ ગતિનો સંકેત,

અને કળશ જે કરે ભક્તિમય હૃદય,

પ્રભુ બોલ્યા ચરણને મેં આપ્યું તને ભક્તોને !


ડાબો કહે મારામાં ગૌખરી જેદે તીર્થનું ફળ,

જાંબુ છે જે આપે લૌકિક સંપત્તિ ને સુવર્ણ !

મત્સ્ય છે જે કરે છે મનને સ્થિર !

ધનુષ્ય છે જે બનાવે વિવેકી અને નમ્ર !

ચક્ર છે બાધાનાશક, ત્રિકોણ છે ત્રિદોષનાશક !

નારદજી વદ્યા ખબર છે મને અર્ધ ચંદ્ર પણ છે !

આકાશ પણ છે ! હવે ફરી બોલ્યા પ્રભુ મલકીને

મારું આ ચરણ પણ આપી દીધું ભક્તોને !


હવે નિહાળે નારદજી અને પ્રભુજી ભક્તોને !

કોઈ આવી હાથ લગાડે જમણા ચરણને !

કોઈ વળી ડાબાને તો કોઈ વળી બંનેને !

કોઈ ફેરવે હાથ ઉપરથી હવામાં ચરણો ઉપર,

છેલ્લે ફેરવે નિજ મસ્તક પર મરજી એવું ફળ

હવે સમજ્યા મનમાંજ ચરણો કોનું કેટલું મહત્વ !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy