Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

અનિરૂધસિંહજી ઝાલા

Abstract Drama Inspirational

3  

અનિરૂધસિંહજી ઝાલા

Abstract Drama Inspirational

ચોટીલા ડુંગરે ચામુંડાનાં બેસણા

ચોટીલા ડુંગરે ચામુંડાનાં બેસણા

1 min
164


ચોટીલે બેઠી માં ચામુંડા, કરતી સહુની સહાય

સિંધમાં તારા ગાજે નામ, તારા પરચા અપરંપાર,


ચંડ ચામુંડ ને પળમાં હરવા, પ્રગટી સિંધમાં તું માત

અસુર સંહારી રક્ષક તરીકે, પૂજાતી સોંધ ધરાની તું માત,


દશેય દિશાઓ ગુણલાં ગાતી, સમરતાં દીસે સાક્ષાત

કોઈ માને કુળદેવી તને, કોઈ કહે જગદંબાનો અવતાર,


ડુંગરે તારા ભીડ ભારી, દુખડા હરતી ભક્તો કેરા માત

વાઘ સદાય ડુંગરે તારા, આવીને નમતો તને મા પાય,

દુ:ખ હરતી સુખ દાયીની, ભીડ ભંજની તું છે ચામુંડ માત

વિપતિ વેળાએ તું પધારજે, કરજે સદાય ભક્તોની સહાય,

શંખનાદથી ગુંજતો લાગે, કેવો રૂડો આ ડુંગર આજ માત

દેવળે તારા દીવા બળે, જાણે જાગતી જ્યોત આ સાક્ષાત,

'રાજ ' ધન્ય થતાં ભક્તો, માવડી લાગી તને પાય.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract