ચલને વ્હાલા
ચલને વ્હાલા
ચલ ને વ્હાલા એક અનોખી સગાઈના બંધનમાં બંધાઈએ,
એક અતૂટ એવા પ્રેમને વિશ્વાસના સંબંધનો ઉત્સવ મનાવીએ.
જ્યાં હું બનું તારો પડછાયો ને તું બન મારો સારથી,
ને આપણો જીવનરથ એમ જ આગળ ધપાવીએ.
મારી મૂંઝવણનો ઉકેલ તું હોય ને તારા પ્રશ્નોનો જવાબ હું,
એક એવી અરસપરસની સમજથી સંબંધને સરસ કેળવીએ.
લાગણીની તો એકેય પક્ષથી ખોટ ક્યારેય નથી રહેવાની,
તો કેમ નહીં એને જ આપણા સંબંધનો આધાર સ્તંભ બનાવીએ.
જ્યાં હૃદયના જોડાણ હોય એવી આદર્શ સ્થિતિનું નિર્માણ કરીને,
એકબીજાની કમજોરી નહીં પણ તાકાત બની જગ જીતી બતાવીએ.
ચલ ને વ્હાલા આધુનિક યુગમાં પણ યુગો જૂનો પ્રેમ મેળવીએ,
રિવાજના નહીં પણ પ્રીતની પરાકાષ્ઠાના રંગોથી સંબંધ સજાવીએ.

