ચકનાચૂર
ચકનાચૂર
વસંતની અસરે કરી છે પૂરી પ્રકૃતિને ચકચૂર
તો તારી ચાહતે હું પણ થઇ ચકનાચૂર
નદી જેવી રહી છું હંમેશા શોભતી અને શાંત
તો તારા સ્પર્શે તન-મનમાં ઊભર્યું છે ઘોડાપૂર
વાસંતી વાયરાઓ બજાવે છે સુમધુર સંગીત
તો તારી નજર સજાવે છે મારામાં સ્નેહના સૂર
તારા વગર હું અધૂરી, તું મને બનાવી શકે છે ભરપૂર
તો મહેકાવીને ‘વેલેંટાઇન ડે’નું દસ્તુર, સ્વીકારી લે મારું ઉર.