STORYMIRROR

Dharmik Parmar 'Dharmad'

Drama

5.0  

Dharmik Parmar 'Dharmad'

Drama

ચકલો

ચકલો

1 min
654


એક ચકલાએ ચકલીને કિસ કરી છે...

ને પછી ચકલી તો ચકલાને છોડી આકાશમાં દૂર ઉડી ગઈ,

ને પછી ચકલાએ ચકલીને રોજ બહુ મિસ કરી છે....


એ દિવસથી ચકલાએ દાણાઓ છોડી કાંઈ જમવાનો ત્યાગ કર્યો છે !

પેરેશૂટ લઈને પેલા ચકલાએ ચકલીને શોધવાનો પ્રયાસ અથાગ કર્યો છે !


ચકલીની કાજે કાંઈ ચકલાએ તમતમતી ડીશ કરી છે.

એક ચકલાએ ચકલીને કિસ કરી છે...


'દૂર દૂર જઈને પણ જશે ક્યાં દૂર ?' એમ ચકલાને ચકલી પર હજૂ વિશ્વાસ છે.

ચકલાનું જીવન થયુ છે એકલું , એના જીવનમાં ચકલીનું હોવું એ ખાસ છે..


ચકલીની કાજે કાંઈ ચકલાએ કાણાંવાળી જીન્સ કરી છે.

એક ચકલાએ ચકલીને કિસ કરી છે...


Rate this content
Log in

Similar gujarati poem from Drama