Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hiren Maheta

Fantasy Inspirational

4  

Hiren Maheta

Fantasy Inspirational

ચકલીનો ટહુકારો

ચકલીનો ટહુકારો

1 min
272



ચકલીની ચાંચોમાં બેઠેલો ટહુકારો,

મારા તે ફળીએ કોઈ લાવો,

ઓસરીના ખૂણામાં બાંધેલા,

માળામાં વગડાની ચકલી તેડાવો,

કોઈ ચકલીનો ટહુકારો લાવો.


ઘરની આ ભીંતો, આ ઇંટો,

ને ટોડલા, નેવાં ને ધણીયારો મોભ,

ચકલીને તેડાવી ગીતો ગવડાવવાનો,

ઘરના આ ઉંબરને લોભ,


ખોબલો ભરીને કોઈ સુના,

આ માળામાં ચકલીના સૂર બે રેડાવો,

ચકલીની ચાંચોમાં બેઠેલો ટહુકારો,

મારા તે ફળીએ કોઈ લાવો.


સુંદર, સુરેખી ને સ્ફૂર્તીલી કાયા,

વળી પથ્થરિયો આ રંગ રાતો,

નાનીકડી પાંખોમાં આખો,

વૈશાખ જાણે બાહોમાં જઈને સમાતો !


નાના બે પગલાંને સપનાની વેળુમાં,

ચંદરવા જેમ પથરાવો,

ચકલીની ચાંચોમાં બેઠેલો ટહુકારો,

મારા તે ફળીએ કોઈ લાવો.


ધરતી ને આભ આખું રાહ જોઈ બેઠેલું,

ટહુકારો કોઈ સંભળાય,

એના વિના તો આ ફળિયુંય એકલું,

ને અળગે રહીને અભડાય,


છુટ્ટું પડેલું આ માળાનું તરણું,

કોઈ ચકલીની પાસે જોડાવો,

ચકલીની ચાંચોમાં બેઠેલો ટહુકારો,

મારા તે ફળીએ કોઈ લાવો…


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy