ચકલી બોલે ચીં ચીં
ચકલી બોલે ચીં ચીં
રોજ મારે આંગણીયે
ચકલી બોલે ચીં ચીં ચીં,
બા મારી લોટ ખવડાવે,
ચકો-ચકી ઊડતાં આવે,
ઘઉંનાં દાણા ચોખાનાં દાણા,
ચકીને ભાવે ઊડતી આવે,
મારે આંગણે બોલે ચીં ચીં ચીં,
પાણી વાટકો, ચકીનો લટકો,
ઊડે ફર્ ફર્ ફર્,
નળિયાંનો ખાંચો,
ઘડિયાળ ને માચડો,
બારસાખ છાજલી,
પીઢિયા મોભારા,
ગોખલા ખાંચા,
હવા-મહેલ,
નિવાસસ્થાન ચકલીનાં,
ઊડે ફર્ ફર્ ફર્,
નાની નાજુક ચકલી,
રોજ મારે આંગણીયે,
બોલે ચીં ચીં ચીં.
