Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Arun Gondhali

Abstract

3  

Arun Gondhali

Abstract

ચિરંજીવી

ચિરંજીવી

1 min
227


સિસકતા હૈયે એને સવાલ કર્યો,

હું એટલી અણગમતી થઈ ?

રહેતી દિલની નજીક હંમેશ,

કેમ અળગી થઈ ?


ઈતિહાસ ગવાહ છે, 

ચલણ મારું જ હશે,

પણ કેમ નજરો તમારી ઉદાસ થઈ ?


ઓનલાઈન ફરતાં ટેરવાં ભલે હો

પણ અંતે 'વિલમાં' હું સામે જ હસતી હોઈશ,

હસ્તી મારી બહુ જૂની

પણ દસ્તખત વખતે હું તમારાં હસ્તમાં જ હોઈશ.


હું બાળપણની સખી, આજે ખિસ્સામાં ના હોઉં તો ટેબલ પર તમને નિરખતી જરૂર હોઈશ.


ડિજિટલી કોપી કરી કે લખ્યું ઘણું, પણ ટકશે ખરું ?

આજે પણ સંગ્રહાલયમાં છટા મા'રી,

શાહી રૂપે સહિયર મારી.

કમાલની કલા કારીગરી

હું તમારી કલમ દુલારી.


તમારી સફળતામાં હાથ મારો ભૂલ્યાં નથી ને ભાઈ ?


Rate this content
Log in

Similar gujarati poem from Abstract