ચિરાગ કહાનીમાં
ચિરાગ કહાનીમાં
સૌને ગમે ફેન્ટસી કહાની,
નાના મોટા સૌ વાંચે કહાની,
જાદુની જો વાત હોય,
બાળકો તો ખુશ હોય,
માંગો તો હાજર હોય,
જિન હસતો ઊભો હોય,
જાદુઈ ચિરાગ કોને કહેવાય ?
ચિરાગ ઘસતા જિન પેદા થાય,
જે કહે એ જિન કરતો જાય,
બાળકો ફિલ્મો જોઈ ખુશ થાય,
એની જીવનમાં અસર પણ થાય,
બાળકો સ્વપ્નમાં રાચતા જાય,
આતો થઈ ફેન્ટસી કહાની,
મહેનતથી મેળવે એવી બને કહાની,
કર્મ ને મહેનત કરે જો કોઈ,
રિવોર્ડ મલે એના કર્મ જોઈ,
છોડો આ જાદુઈચિરાગની વાત,
વાંચો ગીતાના કર્મોના સિદ્ધાંતની વાત.
