છૂટ
છૂટ


તને હું તો ભૂલી શકીશ નહિ, પણ તારા જડ સિદ્ધાંતો સામે મારે જ નમવું પડશે,
ફાવટ એમાં સારી છે તને, તો આ કામને અંજામ પણ તારે જ આપવું પડશે.
લે ચાલ તને છૂટ આપી, મારી બધી વાતને નકારવાની, જે આદત છે તારી,
હર પ્રયત્નમાં આહત થાઉં છું પણ હવે ચહેરેથી મારે તો, હસવું જ પડશે.
આ વાત હું તને કહીશ પણ નહીં, મારા મનમાં બસ ભરી રાખું છું,
ભલે નારાજ હોઉં, દુઃખી તને કદી ન કરું, એવું તો તારે પણ સ્વીકારવું પડશે.
કદાચ એવો વખત આવે કે હું કોશિશો જ બંધ કરી દઉં એ હિસાબે કે,
તારી એ મુશ્કેલી પણ ટળે 'નિપુર્ણ', કે સંબંધ છે સાચવવો જ પડશે.