છપાઈ છે
છપાઈ છે
સુંદરતાને જોઈને ગઝલ લખાઈ છે,
શુદ્ધ પ્રેમમાં તો ઈતિહાસ રચાઈ છે,
ભાષા કયાં મોહતાજ છે આ પ્રેમની,
અહીં આંખોમાં જ બધું વંચાય છે,
સૌથી મોટું ભંડાર છે આ મારું હૈયું,
જેમા લાખો ખુશી અને દર્દ સચવાયા છે,
પ્રેમ અને સ્નેહના આ રૂડા બંધનમાં,
આ કંકુના થાપા હૈયે રોજ છપાયા છે,
"સરવાણી"ની કવિતામાં લાગણી છે,
એટલે કવિતા આખા ગામમાં પંકાઈ છે.

