છંદ લયને તાલમાં
છંદ લયને તાલમાં
1 min
439
આમ તો ગઝલ લખાય છે, છંદ લયને તાલમાં.
બધા શબ્દો ગોઠવાઈ છે, લઘુ ગુરૂની છાંયમા.
હું પૂછું છું શા માટે? બધું છંદ લય ને તાલમાં,
નથી જ્યારે ભરોસો, આ જીંદગીનો કોઈ કાળમાં,
તારું મારું કરતા દુનિયા, છોડી જાય છે પલમાં,
ને તોય જીવવા જાય છે છંદ લયને તાલમાં,
કાલ કોણે દીઠી છે એવું લોકો કહે છે વાતમાં,
તો અછાંદસ જીવવાની મજા માણી લો હાલમાં,
છંદનું બંધારણ અને અછાંદસની અદામાં,
બધા શબ્દો ગોઠવાઈ છે સ્નેહ બિંદુના સ્નેહમાં.