છલકતું યૌવન
છલકતું યૌવન
તમારું આગમન થવાથી હવામાં,
મહેંક પ્રસરી જાય છે,
તમારી સુંદર સૂરત જોઈને,
સમીપ આવવાનું મન થાય છે,
તમારા નયનની તિરછી નજરથી,
ઘાયલ બની જવાય છે,
તમારી પલકતી પાંપણો જોઈને,
હવા પણ રોકાઈ જાય છે,
તમારી લટકાળી ચાલ જોઈને,
મન મારું લલચાઈ જાય છે,
તમારું છલકતું યોવન જોઈને,
મદહોંશ બની જવાય છે,
તમારું ગોરૂં બદન જોઈને,
બેકાબુ બની જવાય છે,
તમારાથી દૂર રહેવાથી "મુરલી"
દિલ બેકરાર બની જાય છે.

