છીએ અમે ભાઈ ગુજરાતી છોગાળા
છીએ અમે ભાઈ ગુજરાતી છોગાળા
છીએ અમે ભાઈ ગુજરાતી છોગાળા….
અમે તમારા તમે અમારા, વિશ્વે રમીએ થઈ રૂપાળા,
છીએ અમે ભાઈ ગુજરાતી છોગાળા,
નદીઓ શોભે થઈ હારલા, ડુંગરે શોભે તીર્થોની માળા
વતન અમારું સૌથી ન્યારું, વસંતે શોભે ઉપવન ધરા રૂપાળા
છીએ અમે ભાઈ ગુજરાતી છોગાળા,
પ્રભાતિયાના સૂરે જાગે જીવડા, જય સોમનાથના નારા
સાગરસાં હૈયાં નિત વદતાં, સિંહની ધરણીના અમે લાલા
છીએ અમે ભાઈ ગુજરાતી છોગાળા,
ગબ્બર પાવે ઢોલ ધબૂકે, દર્શને દોડે માડીના જાયા
રાષ્ટ્ર પ્રેમે ગાજે વલ્લભ, ગાંધી રાહે વિશ્વ સુખી સવૈયા
છીએ અમે ભાઈ ગુજરાતી છોગાળા,
પુનિત સરિતા તાપી નર્મદા, સાબર આશ્રમ પુણ્ય શ્રેયી મૈયા
દીધું દાતાએ ભરી તિજોરી, સદા વહે દાન પુણ્યની ધારા
છીએ અમે ભાઈ ગુજરાતી છોગાળા.
