STORYMIRROR

Nilam Jadav

Children

3  

Nilam Jadav

Children

છે શિક્ષક

છે શિક્ષક

1 min
360

માતા-પિતા પછી આવે છે શિક્ષક,

ને જીવનમાં સાચો રસ્તો બતાવે છે શિક્ષક,


બાળકોનું જીવન સફળ બનાવે છે શિક્ષક,

ને તેમના ભવિષ્યને ઉજાળે છે શિક્ષક,


અંધારામાં દીપક બનીને આવે છે શિક્ષક,

ને અજ્ઞાનતાથી જ્ઞાન તરફ લઈ જાય છે શિક્ષક,


હંમેશા બાળદેવો વિશે વિચારે છે શિક્ષક,

 ને નવા-નવા પ્રયોગો કરે છે શિક્ષક,


માનવતાના પાઠ શીખવાડે છે શિક્ષક,

ને દેશસેવાની ભાવના વિકસાવે છે શિક્ષક,


મુશ્કેલીઓમાં સાચો રસ્તો બતાવે છે શિક્ષક,

ને સત્ય-અસત્યનો ભેદ જણાવે છે શિક્ષક,


ઇતિહાસની ગાથા જણાવે છે શિક્ષક,

ને ધરતીનું ભૂગોળ સમજાવે છે શિક્ષક,


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children