છે હોળી
છે હોળી
રંગોનો તહેવાર છે હોળી,
બાળકોનો કિલકિલાટ છે હોળી,
વસંતની વણઝાર છે હોળી,
આનંદ ઉમંગનો અવસર છે હોળી,
ફાગણ સુદ પૂનમે આવે છે હોળી,
સૌને આનંદ અપાવે છે હોળી,
ખજૂર-ચણા લાવે છે હોળી,
હૃદયમાં ઉલ્લાસ પ્રગટાવે છે હોળી,
ફાગણના ફાગથી ગવાય છે હોળી,
કેસૂડાના ફૂલોથી લહેરાય છે હોળી,
અસત્ય પર સત્યનો જય છે હોળી,
પ્રહલાદની યાદ અપાવે છે હોળી,
નાના-મોટા સૌ ખેલે છે હોળી,
વેરઝેર ભૂલી મનાવે છે હોળી,
રંગોની છોળો ઊડાવે છે હોળી,
અવગુણોનું દહન કરે છે હોળી.
