છાશ
છાશ
માંગવા જવી
છાશ ને વળી દોણી
સંતાડવાની ?
છાશમાં જાય
માખણ, કહેવાય
વહુ ફુવડ
છેલ્લું ઓસડ
છાશ જયારે બીજા
હોય નકામા
છોકરાં છાશ
ભેગા નહીં થાય જો
હશો આળસુ
દૂધે દાઝેલો
છાશ પણ ફૂંકીને
પીએ બિચારો
ભેંસ ભાગોળે
ને ઘેર ધમાધમ
છાશ છાગોળે
ભૂખ્યો ને વળી
છાશ પીવાની ટાઢી
અક્કરમીને
પાડા પાડીનું
કામ નહીં છાશની
દોણી ભરવી
છાશમાં પાણી
ઉમેરવાની ટેવ
ગપ્પીદાસને
