ચડવું છે
ચડવું છે
શિખરે સફળતાને ચડવું છે,
ટોચે પણ ઊંચાઈએ ચડવું છે,
આપી દેવો છે ઉપદેશ સાચો,
માટે તો મોભારે બળવું છે,
જાળવી રાખ્યો સંપર્ક જારી,
હેતાળ હાથોથી અડવું છે,
સોપાન ઊંચાઈનાં કરવાં પાર,
સુખ મહાસાગરમાં તરવું છે,
નથી થવું નિરાશ જરા 'દિન',
હથિયારો લઈને લડવું છે.
