STORYMIRROR

Anjana Gandhi

Drama

3  

Anjana Gandhi

Drama

ચાંદની હો રાત

ચાંદની હો રાત

1 min
235

જીંદગીમાં ના કદી કોઈ ઉદાસી જોઇએ,

આપ હસતાં રો' પછી જગને હસાવી જોઇએ..


ચાંદની હો રાત જીવનમાં સદા ક્યાં શક્ય એ?

રાત એકાદી પછી ક્યારે અમાસી જોઇએ ..


પંથ લાંબો છે બધો ને છે ડગર ઊંચે બધી,

ત્યાં પછી નાં એક પણ પગમાં કપાસી જોઇએ..


છે અસર થોડી જ મારી પ્રાર્થનાઓમાં હજી,

જ્યોત ઝળહળતી કદીયે ના બુઝાવી જોઇએ...


તારલાઓની સદા જ્યાં મહેફિલો હો લાગતી,

આપણાં ઘરની કદી સૂની અગાસી જોઇએ...


Rate this content
Log in

Similar gujarati poem from Drama