ચાંદ
ચાંદ


સૂરજ આથમે ને ઊગે અનેરી શોભા,
ચોમેર ફેલાય શ્વેત સ્વરૂપા
જાહોજલાલી કેવી ?
એ આવે ને લાવે શોભા ન્યારી,
આસમાનનો રાજા,
રાતોનો બેતાજ બાદશાહ,
માથે તારો મઢેલ મુગટ,
ને શ્વેત શોભા અતિ પ્યારી,
સોળ સોળ કળાએ સોહે
સોળે સજી શણગાર,
જેવી કળા સર્જે,
એવા સજે મનોભાવ,
પ્રેમ લાગણીનો સ્વામી,
ફેલાવે શીતળતા ચોમેર,
એ થી રૂડું હોય શું શકે,
બીજું અનુપમ રૂપ,
ચાંદ જ તો છે
અજોડ અદભૂત
અનુપમ ને અનેરું !