STORYMIRROR

શૈમી ઓઝા "લફ્ઝ"

Romance Others

2  

શૈમી ઓઝા "લફ્ઝ"

Romance Others

ચાલોને જીવન સફર તરફ માંડીએ

ચાલોને જીવન સફર તરફ માંડીએ

2 mins
84

ચાલોને જીવન સફર તરફ માંડીએ....

ઓ વ્હાલમા...

ચાલો જીવન સફર તરફ પગરવ માંડીએ.

આપણે રહ્યા અજાણ્યા જીવ ચાલ એકબીજા સાથે થોડી ઓળખાણ કરીએ.

અરે બહુ થઈ ગયું એકબીજાને છેડવાનું સતાવવાનું,

બહુ થયો તમે અને તુ નો શબ્દમારો, ચાલો ને, એકબીજાની ભૂલોને અવગણી જીવન પગરવની નવી રાહ ખેડીએ...

જોતજોતા ખબર ન રહી કે ક્યારે આપણે તુ અને હું આપણે થઈ ગયા....

એ ચાલો ને મિલન તરફ પગરવ માંડીએ....આંખો થકી તો એકબીજા સાથે ઘરડાની પરવાનગી આપી છે, ચાલોને થોડી કાગળીયા માં રમત કરીએ....


ભલે ગમે એ થાય ન તૂટે આપણુ અતૂટ બંધન, કોઈ સંબંધ એમનેમ થોડો મજબૂત થાય છે, ચાલો ને 

આપણે સંબંધોને ખાતર પાણી નાંખીએ થોડા જીવન તરફ પગરવ માંડીએ...

લડખડતા કદમે, કાપતાં શરીરે એકબીજાની કાળજી લેવાનો કોન્ટ્રાક્ટ સાઈન કરવાનો સમય આવી ગયો છે, ચાલો ને થોડા જીવન તરફ પગરવ માંડીએ...


જેમ જેમ સમય જાશે 

તેમ એકબીજાને જોઈ જોઈ કંટાળો પણ આવશે, એકબીજાને અકાળે જીવનમાં આવ્યા પછી કોશસુ પણ ખરા,

એકબીજા જોડે લડી ઝગડીને પણ એકબીજા ને ખોઈ બેસવા ડર આપણને ઉજાગરા કરાવશે,

એકબીજાના દુઃખ માં દુઃખી ને સુખમાં સુખી 

થવાનો આજીવન કરાર પર હસ્તાક્ષર કરવા ચાલો ને જીવન તરફ પગરવ માંડીએ...


જ્યારે આંખે મોતીયો ને પગે વા આવશે, ત્યારે એકબીજાનો સહારો બનીએ ચાલો ને જીવન સફર તરફ પગરવ માંડીએ...


એકબીજાથી માંદગી છૂપાવી, હસવાનો ઢોગ રચવાની, એકબીજાની ચોરી પકડી ખુલ્લમખુલ્લી દાદાગીરી કરી એકબીજા પર રોફ જાડવાની, મજા જ કંઈ અલગ છે, આ મજામાં રહેલા પ્રેમને છૂપાવીને એકબીજાને થઇ થોડી સજા પણ આપીએ દઈએ,

જોજો આ મજા હકીકતમાં ન ફેરવાઈ જાય,

એકબીજાને અંતિમ સમયે માફ કરી એકબીજાને ભેટી મન ભરીને રડી બીજા જન્મોજનમનો કરાર ઈશ્વર પાસે સહી કરાવવા ચાલો ને જીવન તરફ પગરવ માંડીએ


ઓ વ્હાલમા...

ચાલો જીવન સફર તરફ પગરવ માંડીએ..


Rate this content
Log in

Similar gujarati poem from Romance