ચાલને મેળામાં
ચાલને મેળામાં
ચાલ ને મેળામાં જઈએ
મેળામાં ખરીદીએ ફરફરિયા,
ફરફરીરયા લાગે પ્યારા
મને રમવાનું મન થાય,
જેમ પાણીમાં માછલી તરે
એમ મારી ફરફરીયું ફરે,
જેમ રમવી અડકો દડકો
આમાં ના આવે તડકો કે છાંયડો,
જેમ ઝાંઝર ઝમકે ઝમક ઝમક
એમ ફરફરીયું ફરે છુમક છૂમક,
જેમ પતંગિયું છે રંગબેરંગી
એમ પતંગિયું છે નવરંગી,
મને ગમતું એ પતંગિયું
જે મળે છે મેળાના મેદાનમાં.
