ચાલ મન મારું કહ્યું માની જા
ચાલ મન મારું કહ્યું માની જા
ચાલ મન આજ મારું કહ્યું માન કોઈ જિદ નાં કર,
ડાહ્યું ડમરુ થઈને તું બેસી જા,
ખૂબ વિહાર કર્યો તે હવે થોડી શાંતિ આપ,
એવા સપનાં ના દેખાડ જે પૂર્ણ ના થાય,
તું થોડું જંપી જા નિરાંતની ઊંઘ લેવા દે,
જ્યાં ત્યાં આમ ભાગ ભાગ ના કર,
શાંત ચિત્તે વિચારવા દે, હૈયાના સરોવરમાં વમળ પેદા ના કર,
મારા પોતાના છે એમાં ખામીઓ ના શોધ્યા કર,
બસ તું નિરાંતે એની સાથે પળો ગુજારવા દે,
ચાલ મન આજ મારું કહ્યું માન,
તું ડાહ્યું ડમરુ થઈને બેસી જા આમ ઉહાપોહ ના કર,
હે મન ! ઈશ્વરમાં પૂર્ણ આસ્થા રાખવા દે,
આમ શંકાના બીજ હૈયે રોપ્યા ના કર,
મારી સૂતેલી લાગણીઓને જગાડવા દે,
આમ હૈયે નફરતના બીજ રોપ્યાં ના કર,
આટલા ચંચળ થઈને તારે ક્યાં જવું છે
આમ પવન કરતા વધારે ઝડપથી ભાગ્યા ના કર,
મને માનવી બની માણસાઈના કામ કરવા દે,
આમ સ્વાર્થીપણું મારામાં પેદા ના કર્યા કર,
હે મન તું થોડું શાંત થા,આમ બખેડા ના કર્યા કર,
આમ શાંત જળમાં કાંકરીચાળો ના કર્યા કર.
