STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational Others Romance

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational Others Romance

ચાલ જીવી લઈએ

ચાલ જીવી લઈએ

1 min
28.2K


તારા વિરહમાં તારા મૌનને પીવું, એ મિલનથી કમ નથી

એક અણમોલ ઘડીની નજીક સરકતું મારું બાળક જેવું વજૂદ

તારી યાદોની જ આંગળી પકડીને તારી પાસે લઈ આવશે


પણ એ પહેલા થયું કે બચી કુચી માનસિક મલિનતાને આંસુઓની ધોઈ નાખું

કારણ કે આખરે તો માણસ છું ને

બીજ રૂપે પણ ક્યાંક એ પડેલી હશે તો તારી પાસે આવવા માટે મારી પાત્રતા નહિ હોય


આમ તો તારી સૂરજની પવિત્ર કિરણો સમ નજર મારી ઉપર પડતા જ મારું ઝાકળ જેવું વજૂદ ક્યાં બચવાનું છે

તું મને આત્મસાત કરી જ લઈશ, ક્યાં બચશે પછી મારી મલિનતા ?

તું જ કે


જિંદગીમાં ખુશીથી રોવાનું ભાગ્ય તો મારા જેવા એકાદને જ ઉપલબ્ધ હોય છે

મને જન્મોથી એક પાલવની ઉમ્મીદ અને તનેય એક ખભાની


આજે આ કલ્પનાના વાદળો એવા તો ઉમટ્યા છે કે ન પૂછ વાત

બે દિવસથી સતત વરસવું ચાલુ છે તોય તરસ મટવાનું નામ નથી લેતી


મનની જમીન ઉપર ઈચ્છાઓના કુમળા ઘાસની કૂંપળો ફૂટવાની શરૂઆત થઈ ચૂકી છે

જિંદગી નવા પરિધાન ધારણ કરશે, નવા નવા સ્મિતના તોરણ બંધાશે

આંસુઓના અભિષેકનું અનુષ્ઠાન તો ક્યાં ક્યારેય બંધ થયું છે


એક એવા ઉત્સવનો હિસ્સો આપણે બેય થઈ ગયા છીએ જેમાં આખે આખું જગત સામેલ છે

જરાક બારીમાંથી ડોકિયું કરી જો અને આજના ઉત્સવની સાક્ષી બની જા.


ચાલ જીવી લઈએ...!!!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational