STORYMIRROR

Ajay Parker ' ભાવિ '

Fantasy

4  

Ajay Parker ' ભાવિ '

Fantasy

ચા

ચા

1 min
315

દઉં અભિનંદન એને, જેણે શોધી ચા;

કહું કોલંબસ એને, જેણે શોધી ચા.


આસામથી આવે કે આવે બીજા દેશથી;

સવાર મીઠી થઈ જાય એની, જેણે પીધી ચા.


ક્યાંક વહેવાર છે, ક્યાંક ટાણો તહેવારનો;

ગુંચ્યું ઉકલે પળમાં એનું, જેણે લીધી ચા.


ટોળ ટપ્પા કરવા જાઓ જો કદીક લારીએ;

વટ પડી જાય એનો, જેણે મંગાવી દીધી ચા.


સોનામાં સુગંધ ભળે, જો આદુ કે જાયફળ મળે;

વાત આટલી માનો, સઘળા દુઃખોની એક વિધિ ચા.


શોખીનો ને રસિયાઓની તો પહેલી પસંદ આ;

ચુસ્કી એક મળી જાય, દિલમાં ઉતરે સીધી ચા.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy