બસ ચાલ્યો જાવ છું
બસ ચાલ્યો જાવ છું


તૂટ્યો હોઈશ કેટલો હું જાણે,
કેમેય કરી સંધાતો નથી,
લઈ આવો લાગણીઓની સાંકળો અનેક
હવે હું તેમાં બંધાતો નથી,
સીધો છું, સરળ છું આટ-આટલો છતાં,
કોઈને હવે હું સમજતો નથી,
આદર્શ વ્યક્તિનો કિરદાર જાણું હું પણ ખરાં,
બવ થયું, બસ હવે ભજવાતો નથી,
ખોટું લાગે તો લાગે ભલે,
સીધું કહું છું, હવે મુંજાતો નથી,
'દીપ'નો થયો પ્રકાશ એટલો કે,
અંધારાઓથી હવે હું અંજાતો નથી.
'લાચાર' લાગે આ જિંદગી છતાં
બસ ચાલ્યો જાવ છું, કશે અટવાતો નથી,
તૂટ્યો હોઈશ કેટલો હું જાણે,
કેમેય કરી સંધાતો નથી.