બંધાયેલી નથી
બંધાયેલી નથી
ગમે આપણને એ ગમાડવાં જિંદગી બંધાયેલી નથી,
ગૂંચવાય દોરા જેમ ઉકેલવાં જિંદગી બંધાયેલી નથી,
રોજ મથી રહી છે આ હવા જીવ સાથે છેડો ફાડવા,
શ્વાસનો છે સંઘર્ષ, જીવાડવાં જિંદગી બંધાયેલી નથી,
ઝહનમાં ઝાંકીને જોઈ શકાય છે પોતપોતાની જાતને,
કોણ છું હું ? આઈનો બતાડવાં જિંદગી બંધાયેલી નથી,
સપનાંઓ, ઈચ્છા ને જિજીવિષા ઘણી છે જીવનમાં,
અરમાંનો પૂરાં કરી દેખાડવાં જિંદગી બંધાયેલી નથી,
માર્ગ તો બધા મોકળા છે એ ઈશ્વર સુધી પહોંચવાના,
જવું પડે તો જાતે, પહોંચાડવાં જિંદગી બંધાયેલી નથી.
