બનાવી લઉંં છું
બનાવી લઉંં છું
એકલતાની ક્ષણોને હવે, આનંદ બનાવી લઉં છું,
શબ્દો ભેગા કરીને હવે, છંદ બનાવી લઉં છું.
ઘણી યાદો છે, ઘણા વિચારો છે,
ઘણા અનુભવો છે,
પરમતત્વ સાથેનો, સેતુબંધ બનાવી લઉં છું.
પેહલાં એકલતા અઘરી લાગતી,
સીધી છાતીએ વાગતી,
હવે સમયને સ્નેહથી, સુગંધ બનાવી લઉં છું.
પાપ ને પુણ્યના સકંજામાં હું નથી,
મારા કે તારા પંજામાં હું નથી,
હોય નફરત કે પ્રેમ, પસંદ બનાવી લઉં છું.
એકલતાની ક્ષણોને હવે, આનંદ બનાવી લઉં છું,
શબ્દો ભેગા કરીને હવે, છંદ બનાવી લઉં છું.