બળુકી
બળુકી
આવલતું નૈ મને આવલતું નૈ;
મમી મને ગુજલાતી આવલતું નૈ,
હિન્દી છીખું અંદલેજી છીખું
પાછું હાલે હાલે ગુજલાતી છીખું,
એ બી છી દી માન્દ આવદી'તી
ને એણે ગુજલાતી ભૂલવાદી દીધી.
માલુ મદજ બની ગયું ખાલી થોથુ,
આવલતું...
કેત કૌ બિલ્લી કૌ મીનદડી કૌ
આ તો બધું અઘલું લાગે બૌ
પાતું કલીને મારુ ભમે માથું,
આવલતું...
