બ્લેક ડે
બ્લેક ડે


આજનાં પ્રેમ દિવસે અમને
પ્રેમ કરતાં શીખવી ગયાં,
નહતો કોઇ સ્વાર્થ કે નહતી
લાલસા તમે તો માંને સાચો પ્રેમ કરી ગયાં.
અમે દેશવાસીઓ એ ભલે ને
એક દિવસ પ્રેમનો રાખ્યો,
તમે વતન કાંજે પોતે રાત દી જાગી,
પોતાનો જનમારો દેશ નામ કરી
લોક મૂખે શહીદ કેરી નામના મેળવી
દેશને જગાડી ચાલી ગયાં.
તમે તો ચાલી ગયાં અમને માં ભારત ની શરણે,
અમ દેશવાસીઓને ઋણી બનાવી,
દુશ્મનથી અમારું રક્ષણ કરવા
ગોળી બોમ્બ પોતે ખાઈ,
દેશને સુવરોથી બચાવતા ગયાં,
તમે પ્રેમ આજનાં પ્રેમ દિવસે,
પ્રેમની શિક્ષા આપી ગયાં,
જ્યારે આર્મીમાં વચન લઈને જોડાયા,
અમે રહીએ ન રહીએ માં તુ જીવતી રહેજે સદા,
અમે તો વચન દી પર ખોખલા વચનો લેતાં હતાં
પરંતુ તમે વચનને હકીકત માં ફેરવતાં શીખવી ગયાં.
આખો દેશ આજે પ્રેમ દિવસ
મનાવતો હશે કાંઈ,
જયારે કોઈ માં પોતાના દિકરાનો
કરુણ આક્રંદ કરશે તો,
કોઈ પત્ની પોતાનો ચુડો સુની
સિંદુરથી માંગ ભરનાર ને યાદ કરશે,
કોઈ બહેન પોતાની રાખડી
બાંધવા માટેના કાંડાને યાદ કરશે,
કોઈ પ્રેમિકા પોતાને વચન આપનારને ઝંખશે
કોઈ દિકરી પોતાના પિતાની છબીમાં પિતા ને હાર પહેરાયેલી છબીમાં શોધશે,
તમે જવાનો પ્રેમ કરતાં શીખવી ગયાં.
અમારી આંખમાં આંસુ ઓ દઈ તમે ચાલી ગયાં,
તમારા આ બલિદાન નો ઈતિહાસ રચાશે,
તમારા પરિવારના અમે ઋણી રહેશું,
ધન્ય છે તમારી માંના ધાવણ ને,
એક વિરાંગનાના દેશ ખાતર ત્યાગ ને,
ધન્ય છે એક દિકરીનાં ધૈર્ય ને
ધન્ય છે એ બહેનની રાખડી ને,
ધન્ય છે પ્રેમિકાને જેને દેશને
નામ પોતાનો પ્રેમી કર્યો.