બ્લેક ડે ઇન્ડિયા
બ્લેક ડે ઇન્ડિયા
આખાય દેશમાં આનંદ ઉલ્લાસ પાશ્ચાત્ય સંસ્કૃતિનું અતિશય વળગણ, એક સમાચારે દેશવાસીઓને કરી દીધા રડતા, આખાય દેશમાં રેલી શોક સંદેશ,પરંતુ હાલ એ પરિવાર પોતાના સભ્યો ગૂમાવી કેવી રીતે જીવે એની કંઈ દરકાર નહીં લીધી,આવો ફોગટ પ્રેમનો ઢોંગ શા માટે ?
વેલેન્ટાઈન ડે ની સાંજે પુલવામા હૂમલામા આપણા સૈનિકો દુશ્મનો ને ધૂળ ચટાવવાના પ્રણ સાથે લડ્યા,લોહીથી લથબથ તિરંગાનુ કફન ઓઢી ઘરે આવેલા....આ કારમા સમાચાર યાદ કરતાં આજ પણ હૈયુ થરથર કંપે, દુશ્મનો સાથે લડતાં લડતાં વીરગતિ પામેલા,વીરો વગર આ ધરા સુની થઈ ગઈ છે, અરે જાનૂડી અને જાન બેબીમાથી બહાર આવો યુવાધન કેરો સંદેશ આપી,પ્રેમની પરિભાષા ફરજ છે કર્તવ્ય સાથે બધું ફિક્કુની શીખ આપી પંચતત્વોમાં લીન થઈ ગયા, આપણા દેશની પાવનધરાને ખોટ પડી છે.
48 સિંહોને ખોયાનો ગમ આજીવન રહેશે,જે પોતાના સુખનો ત્યાગ કરી દેશ માટે જીવી ગયાં,ઠંડી ગરમી વરસાદની પરવાહ છોડી દેશનું રક્ષણ મહત્વનું ગણ્યુ એવા દેવ સમાન,સૈનિકો ને કેમ વિસરી જવાય,આજ સૈનિકો લોક દિલે સદાય જીવંત રહેશે.
