STORYMIRROR

bhavesh parmar

Romance

3  

bhavesh parmar

Romance

બજારમાં

બજારમાં

1 min
135

એક દિવસ ન મેં વિચાર્યું કે ન તે કલ્પ્યું,

છતાં મળી ગયા એકબીજા બજારમાં,


તું પણ એકલી અને હું પણ હતો છતાં,

અનેક વાતો થઈ આપણા વચ્ચે બજારમાં,


તારો સાથ મારો શ્વાસ તારો હાથ મારો વિશ્વાસ,

તને મળીને અનહદ ખુશી મળી જ્યારે બજારમાં,


ભાન ભૂલી ગયેલા માણસને તે દિશા નવી ચીંધી,

સાથે પગ ઉપાડી તેં રાહ શોધી નવી છે બજારમાં,


ન કોઈ પરિચય શરૂમાં, ન શરત આપણી વચ્ચે,

ને કેટલીક કલાકો સાથે મળી વિતાવી બજારમાં,


અજાણ્યા બાળ બની દરબદર દુકાને ભટકતા,

ખબર પૂછી કોણે કોની 'ને વસ્તુ લીધી બજારમાં,


માવઠામાં પણ જો ગમતું માણસ સાથે હોય તો,

પલળતાં, જોડે ચા પીવાની મજા આવે બજારમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance