STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama Romance

5.0  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama Romance

બિનશરતી પ્રેમમાં

બિનશરતી પ્રેમમાં

1 min
10.2K


કિનારો એક અફવા હોઈ શકે છે તુફાન માટે,

ને સહારો એક સ્વપ્ન હોઈ શકે સુકુન માટે,


વિરાટની એક આશા સૂક્ષ્મ રૂપે રહી આજન્મ,

ત્રણ કદમ પૂરતા હોઈ શકે છે વામન માટે,


ને ઝંઝીરો ગુલામીની રહી માનસિક સદાય,

આ શક્યતા પાંખોની ફફડતી રહી ગગન માટે,


સુખી માણસનું પહેરણ શોધી રહ્યું છે હર કોઈ,

જદ્દોજહદ થઇ આખી જિંદગી એક કફન માટે,


નજરની શુષ્કતામાં રચાયું રણ ઇન્તઝારમાં,

તરસતી રહી નજર ભીના ભીના સાજન માટે,


અંતે "પરમ" પ્રાર્થના ફળી બિનશરતી પ્રેમમાં,

ને "પાગલ" બની જાત પછી એક નમન માટે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama