STORYMIRROR

Anami D

Romance

3  

Anami D

Romance

બીજું મારે જોઈએ શું છે

બીજું મારે જોઈએ શું છે

1 min
414

મહેકી ઊઠી છે સારી સવાર,

તું આવ્યો સુગંધ લઈને,

ક્યાં હતી પહેલા આટલી સરસ સાંજ,

તું આવ્યો રંગ લઈને,


તું છે... હું છું...

બીજું મારે જોઈએ શું છે,


હવે બસ,

તું છે... હું છું....

બીજું તારે જોઈએ શું છે


મન મારું ખોવાયુ'તું ક્યાંક

તું આવ્યો ને મળ્યું મને,


દિલ મારું દુઃખાયુ'તું ક્યાંક

તું આવ્યો ને દર્દ ઓછું થયું,


ખુશીઓ ને ન'તી આટલી મોકળાશ,

રહી ન'તી જીવનથી કોઈ આશ,


સૂકાઈ ગઈ'તી પ્રેમની જમીન જાણે,

તું આવી ને વરસ્યો અનરાધાર,


મહેકી ઊઠી છે સારી સવાર,

તું આવ્યો સુગંધ લઈને,


ક્યાં હતી પહેલા આટલી સરસ સાંજ,

તું આવ્યો રંગ લઈને,

તું છે... હું છું...

બીજું મારે જોઈએ શું છે.


હવે બસ,

તું છે... હું છું....

બીજું તારે જોઈએ શું છે.


विषय का मूल्यांकन करें
लॉग इन

Similar gujarati poem from Romance