STORYMIRROR

Vishvesh Jhala (ઉમંગ)

Fantasy

4.3  

Vishvesh Jhala (ઉમંગ)

Fantasy

ભૂતકાળમાં

ભૂતકાળમાં

1 min
42


વિચાર આવે છે ફરીને પહોંચું ભૂતકાળમાં,

નિહાળું ફરીથી તને જો તુંય ફરે ભૂતકાળમાં,


ભવિષ્યની પડી નથી મને એ કારણથી,

જીવન જે ગમ્યું હતું એ હતું ભૂતકાળમાં,


આનંદ ને કિલ્લોલ હતાં, ના હતું કોઈ દુઃખ,

નિર્દોષ નાનપણ વીત્યું હતું મારું ભૂતકાળમાં,


શોધવો નહતો પડતો પ્રેમને મારે ક્યારેય,

મળતો એ અજાણ્યાંમાં પણ ભૂતકાળમાં,


યાચના કરે છે રોજ ખુદાને મારું હૃદય,

મોકલી શકે તો મોકલ ફરી મને ભૂતકાળમાં.


Rate this content
Log in