STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance Fantasy

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Fantasy

ભ્રમણા

ભ્રમણા

1 min
134

વહેલી સવારે ઊઠ્યો ને જોયું તો,

પૂનમના ચંદ્રનો ભાસ થયો,


આંખો ચોળીને તેને જોઈ તો,

સ્વર્ગની અપ્સરાનો ભાસ થયો,


સોળ શણગાર સજેલાં જોયા તો, 

વસંત ખીલ્યાંનો ભાસ થયો,


અદૃભૂત રોમાંચ થયો મનમાં તો,

પ્રણય નાદ થયાનો ભાસ થયો,

 

ચા નો પ્યાલો લઈને આવી તો, 

પ્રેમરસ ભર્યો હોવાનો ભાસ થયો,


તીરછી નજરે મુજને જોયો તો,

ચમકતી વીજળીનો ભાસ થયો,


સ્મિત ભરેલ મુખ તેનું જોયું તો, 

સ્વર મંડળ ગુંજ્યાનો ભાસ થયો,


મધુરા સ્વરે બોલાવ્યો મુજને તો,

રાગના આલાપનો ભાસ થયો,


હાથ પકડી તેણે ખેંચ્યો મુજને તો,

મધુર આલિંગનનો ભાસ થયો,

 

હાથ છૂટ્યોને પટકયો નીચે "મુરલી" તો, 

સ્વપ્ન સરી ગયાનો ભાસ થયો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance