ભોગાવો
ભોગાવો


ભોગાવે ભૂમાં ભગરી ભેંસ ભીંજાતી ભોગવે
વૈભવ વારિનો વળી વગર વર્ણ ભેદભાવે,
રાતી રતુંબડી રક્ત રંગી રેતી રમમાણ રમે
વરસાદે વાદળો વ્યાકુળ વારિ વિના વહેતા,
ચોમાસે ચોટીલે ચોટીએથી ચાલતી પકડતી
પહોંચી પંચાળ પ્રદેશે પહોળા પટે પથરાતી,
ઝાલાવાડ વીંધી ભાલ નીકળી ખારાપાટમાં
આવળ બાવળ પોષતી પરબ પાણી વાટમાં,
ભોગાવો નદી નીસરી લપાઈ ખંભાત અખાતે
સમાઈ સરિતા સુજાણ સાબરમતી સાર ખાતે.