ભણવું છે
ભણવું છે
ભણવું છે મારે ભણવું છે
મોટી નિશાળે મારે ભણવું છે,
બોલવી છે મારે બોલવી છે
વાર્તા મજાની મારે બોલવી છે,
ગાવું છે મારે ગાવું છે
બાળગીત મજાનું મારે ગાવું છે,
રમવી છે મારે રમવી છે
રમતો મેદાનમાં મારે રમવી છે,
કરવી છે મારે પ્રવૃત્તિ કરવી છે
જૂથ પ્રવૃત્તિ મારે કરવી છે.
