STORYMIRROR

Kalpesh Patel

Tragedy

3  

Kalpesh Patel

Tragedy

ભમરાળી

ભમરાળી

1 min
319

રાત એક પણ નથી  એવી મળી !
જ્યારે
એકલી રહી
 આંસુને ખાળી શકુ …

ચામડાના 'તાળે , પાંજરે  પુરાયેલી,

માં,દીકરી,ભગિની , પત્ની  અને…. ?

વહેતા નીરમાં કરે સૌ આચમન.
 ત્યારે.

કોઈજ રંજ નથી , આંસુને મ્હારા ,
કમ સે કમ
વ્હાલી હોવાનો 'ભ્રમ', ભરમાવી,
 બે ઘડી તો બે ઘડી,

ક્યારેક તો .."એ " મ્હારો   છે ને ? …

ભલે  હેતના ગુલાલથી…
 તે

ગુલામ બનાવી…
 લાગણીઓ લણે બેસુમાર

"મન" પૂછે "સાંસોટ" મને ?
હું - (?)
હું, જનમથી જ "ભમરાળી" ,…
 તોય…કહે સૌ ..ગૃહલક્ષ્મી .

રાત એક પણ નથી  એવી મળી !
જ્યારે
એકલી રહી
 આંસુને ખાળી શકુ …

 *****

શબ્દ સૂચિ :- "ચામડાના 'તાળે",- લાગણીના તાંતણે. * "સાંસોટ" – સોંસરવું. – આરપાર. * "ભમરાળી"- નસીબ વગરની.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy