ભલા મોરી રામા ભાઈ ભાઈ...
ભલા મોરી રામા ભાઈ ભાઈ...
મનુ તારો માંજો
મીના તારો માંજો....
ભાઈ ભાઈ....
ભાઈ ભાઈ....
મારી પાસે લાલ, પીળા, કાળાને ધોળા છે પતંગ
એકેય નહીં આપું તને ભલે તું મને કરે બહું તંગ,
ભાઈ ભાઈ...
મીના તારો માંજો...
મનુ તારો માંજો....
પતંગનો આકાશમાં તારી સાથે લડાવીશ હુંય પેચ
ભલે તું પાંડાની દોરીથી આમતેમ ગમે તેવી કરે ખેંચ,
ભાઈ ભાઈ.....
મનુ તારો માંજો..
મીના તારો માંજો...
આકાશમાં ચઢાવીશ હું તો ફૂદી, ચાંદલિયોને ઢાલ
અબોલા મેલી મારી સાથે પતંગ ચગાવવા તું ચાલ,
ભાઈ ભાઈ....
મનુ તારો માંજો.....
મીના તારો માંજો...
મારી પાસે છે મીઠી મીઠી શેરડી ને તલની ચિક્કી
તું નહીં આવે તો ઉતરાણની મજા થઈ જશે ફિક્કી,
ભાઈ ભાઈ.....
મીના તારો માંજો...
મનુ તારો માંજો....
તારું મારું હવે મેલી દે ને મારી લાડલી ઓ બેના
માંજેલી દોરી સારી, સળગાવી દેજે દોરી ચાઈના,
ભાઈ ભાઈ....
મનુ તારો માંજો...
મીના તારો માંજો...
