ભેદભાવ
ભેદભાવ
તું છે મારી પ્રિયતમા અને હું છું તારો પ્રિયતમ,
છતાં પણ આપણે કાયમ તડપીયે છીએ,
ચાલ હવે મનનાં ભેદભાવ આજે ભૂલી જઈએ,
તું વાત કરવા આતુર છે, હું પણ વાત કરવા આતુર છું,
છતાં પણ આપણે વાત કરી શકતા નથી,
ચાલ હવે અબોલા આજે આપણે પૂર્ણ કરીએ,
તું પ્રેમ માટે તરસે છે, હું પણ પ્રેમ માટે તરસુ છું,
છતાં પણ આપણે તરસ્યા રહીયે છીએ,
ચાલ હવે પ્રેમની તરસનું આજે શમન કરીએ,
તારી તસ્વીર મારા દિલમાં છે, એ તું પણ જાણે છે,
છતાં પણ તું મારાથી હંમેશા દૂર રહે છે,
ચાલ એકબીજાના હૃદયમાં આજે સમાઈ જઈએ.

