ભડવીર
ભડવીર
ક્યાં છે એવો ભડવીર
મુઠ્ઠીમાં જકડે સમય,
મારે હવાને મુક્કો
ચૂપ કરે મેઘ ગડગડાટ
રાખી નાકે આંગળી,
રોકે સૂરજને બે હથેળી દઈ ધક્કો
લઈ લે ચપટીમાં પ્રકાશ,
અન્ન ઉગાડે હાથમાં
ખોબે કરે દરિયો ખાલી
બાકી રદ્દી ભડવીર કેટલા નીકળ્યા હાલી.
