STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational

4  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

ભાવિનાં ઘડવૈયાં

ભાવિનાં ઘડવૈયાં

1 min
232

પ્રભુના પ્યારા ફૂલગુલાબી, નાના બાળ ગોપાળ

ભાષા કાલી લાગે પ્યારી, મુખડું છે શરમાળ,


નાની નાની પગલી પાડે, દડબડ દડબડ દોડે

હસે રમે ને વાતો કરતાં, લાગણીઓને ખોળે,


ધમાચકડીથી થાકે ત્યારે, નીંદર મીઠી માણે

દેવના દીધેલ ચિંતા છોડી, અવિનાશીને ભાળે,


દેખાડો એવી દુનિયા દેખે, ભોળી ભોળી આંખો

કુમળા છોડને વાળો જેવા, ભાવી એવા થાશે,


સમયચક્રની સાથે ધપશે, યૌવનના તરવૈયા

થાશે નિર્દોષ ભૂલકાં કાલે, ભાવિનાં ઘડવૈયાં,


સીંચીએ જ્ઞાન સંસ્કારનાં વારિ, ખીલશે મધુ ઉદ્યાનો

આજનો શિશુ જગે દેશે, નવયુગનો નવલો ડંકો,


મળે શીશુને પાઠ પ્રેમના, અહિંસાથી રૂડી આબાદી

ધરણીધરને વ્હાલી લાગે, માનવતાથી મહેકતી વાડી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational