STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational

4  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

ભારતરત્ન લતાજીના સ્વર

ભારતરત્ન લતાજીના સ્વર

1 min
267

વતન ઉપવનનું સુરીલું બુલબુલ, 

કામણો કોકિલ કંઠ મધુ ભાવન,

સ્વર સાધનાને, લતાજી શત વંદન,

સુણી ભાવે ભરે તવ અમર ગુંજન.


સ્વરની મધુરપ રમાડે થઈ ઉર ગુંજન,

મેરે વતનકે લોગો - યશ ચિરકાલ વંદન,

સ્વર કરિશ્માઈ છાયી અષ્ટ દશકથી ધનધન,

સુણે જન ભાવે તવ અમર ગુંજન.


કુદરતે દીધી રે બક્ષિસ સ્વરની અજોડ, 

અમર ગીતોની વહી સરગમ બેજોડ,

અંકિત જન ઉરે, સ્વર સાધના વિશ્વ-મગન,

સુણે જન ભાવે તવ અમર ગુંજન.


ભજન પ્રીત ગીત લયે, ઝુમે સંવેદન લહર,

દિસંત ચિત્રપટ હવે અધૂરી ધરોહર,

અર્પે જગ શ્રદ્ધાંજલિ , ના સ્વરને સીમાનાં બંધન,

ભારતરત્ન, યશભાગી સૌ સુણી અમર ગુંજન.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational