STORYMIRROR

Deviben Vyas

Drama

3  

Deviben Vyas

Drama

ભાઈ બહેનની જોડી

ભાઈ બહેનની જોડી

1 min
165

જોડે રહીને ખીલતાં, હસતાં જુઓ ભાઈ બહેન,

વાતો કરે, ગમ્મત કરે, ગમતાં જુઓ ભાઈ બહેન,


મા સાદ પાડે તો કદી, સંતાય ખૂણે હોંશથી,

ને દાવ લેવાને પછી, રમતાં જુઓ ભાઈ બહેન,


રીસામણાં કેવાં ઘડીના, બોલતાં ના વાર કંઈ,

કિટ્ટા અને બુચ્ચા કરી, ફરતાં જુઓ ભાઈ બહેન,


એ બાળપણ કેવું નિખાલસ, સાથ ઝંખે રાત-દિન,

હર કાર્યમાં સંગે રહી, નભતાં જુઓ ભાઈ બહેન,


પળ એક લાગે છે જુદાં, પળ એકમાં ભેગાં મળે,

એ છત્રછાંયે એક થઈને, સરતાં જુઓ ભાઈ બહેન,


માબાપના એ લાડકાં, સંગાથ જોડી જામતી,

લોહી તણો સંબંધ એ, રળતાં જુઓ ભાઈ બહેન,


ના ડાંગ માર્યા નીર, કોઈથી જુદાં થાતાં નથી,

એવો મધુર સંવાદ એ, રચતાં જુઓ ભાઈ બહેન.


Rate this content
Log in

Similar gujarati poem from Drama