STORYMIRROR

Parag Pandya

Romance

4  

Parag Pandya

Romance

બેનામ સંબંધ:

બેનામ સંબંધ:

1 min
328

બહુ છે બેતાબ આ લોચનીયાં સપના જોવા તમારા,

કોઈકવાર પધારોને પાંપણે ઝૂલવા એમને સંતોષવા !


સાજ- સાજીંદા, ગીત, ઢાળ, શબ્દો બધું જ છો તમે,

દુનિયા કહે સરસ હું લખું છું, કેમકે કેન્દ્રમાં તો છો તમે !


પ્રણય, વિરહ, ત્યાગ,બરબાદી શું આપું નામ સંબંધને ?

બધાં બદનામ- એટલે રહેવા દે ને બેનામ આ સંબંધને !


અલ્લડ હરકતો, લડાકુ ઉન્માદ, લાગણી વિસ્ફોટ છે હજી;

શૈશવની નાદાનિયત સમજું કે પછી અધૂરા ઈશ્કનો આવેશ ?


તમે આવો ને સૂકા હોઠ ભીનાં કરો માણો પછી મીઠાશ ,

બેઝીઝક વરસ, તનની તરસ ને મનની પ્યાસ બંને બુઝાવ !


Rate this content
Log in

Similar gujarati poem from Romance